ભરત વિંઝુડાની ગઝલસંપદા/ધોળા-ઢસા

From Ekatra Foundation
Revision as of 10:22, 20 November 2025 by Meghdhanu (talk | contribs) (Inserted a line between Stanza)
Jump to navigation Jump to search
૬૮
ધોળા-ઢસા

ચાલ્યા કરે છે ટ્રેન માફક આવજા,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

બે ગામ વચ્ચે જોઉં થોડાં ગામડાં,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

ખાલી મળી છે ઊભવા જેવી જગા,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

વાંચી શકાશે એક ટૂંકી વારતા,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

અહીંયાય છે ને ત્યાંય છે કેવળ દગા,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

જાણે થયાં છે એકબીજાનાં સગાં,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

ગાગા લગા ગાગા લગાની જાતરા,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

(તમારા માટે)