વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/પ્રકાશકીય
Jump to navigation
Jump to search
પ્રકાશકીય
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અગાઉ પ્રગટ થયેલા ‘આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ના જ અનુસંધાને પ્રગટ થયેલા ‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ’ની આ બીજી આવૃત્તિ માત્ર પુનર્મુદ્રણ નથી. ખરા અર્થમાં બીજી આવૃત્તિ છે. આ કોશના સંપાદક અને જાણીતા વિદ્વાન ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળાએ સાહિત્ય વિવેચનની સમજ વધુ વ્યાપક રીતે કેળવાય એવા ઉમદા હેતુથી બીજી કેટલીક અનિવાર્ય એવી સંજ્ઞાઓ અહીં ઉમેરી આપી છે. અગાઉની જેમ જ આ સંજ્ઞાકોશ સાહિત્યના અભ્યાસીઓને માટે ઉપયોગી જ નહીં અનિવાર્ય પણ બની રહેશે એવી આશા છે. ભવિષ્યમાં પણ આમાં સુધારા-વધારા થતા રહેશે એવી અપેક્ષા સાથે ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું. શ્રીજી ગ્રાફિક્સવાળા શ્રી રાજુભાઈ ભાવસારે આટલી ઝડપથી આ પુસ્તક તૈયાર કરી આપ્યું એ બદલ આનંદ વ્યક્ત કરું છું.
હર્ષદ ત્રિવેદી
૮-૪-૨૦૦૩