અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉદયન ઠક્કર/કુમળી હથોડી
Revision as of 10:41, 29 October 2021 by KhyatiJoshi (talk | contribs)
કુમળી હથોડી
ઉદયન ઠક્કર
કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે?
તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.
સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે,
હું નથી માનતો : આ ચંદ્ર તો ગપોડી છે!
ગઝલ કે ગીતને એ વારાફરતી પ્હેરે છે :
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?
(એકાવન, બીજી આ. ૧૯૯૦, પૃ. ૨૫)