મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૫)

From Ekatra Wiki
Revision as of 04:54, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૨૫)- રતિ-શૃંગારનાં પદોમાંથી

નરસિંહ મહેતા

ઝાંઝર ઝમકે હંુ ઝબકીને જાગી,
જાણું મારા પિયુજીને કંઠડે હંુ લાગી
ઝાંઝર
પછી તો લજાણી રે, આલિંગન દેતાં,
મારે વહાલેજીએ પૂછ્યંુ: સખી, તેને વર્ષ કેતાં?
ઝાંઝર
મારાં રે વરસ વહાલા, હું શું રે જાણું?
માસ તો થયા છે મુને એકસો [ને] બાણું.
ઝાંઝર
ભણે નરસૈંયો, મેં સુખ દીઠું;
કાહાને કહ્યું તે મુંને કેવું લાગ્યું માઠું!
ઝાંઝર