મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૫)

From Ekatra Wiki
Revision as of 05:50, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૫)

મીરાં

કાનુડે ન જાણી મોરી પીર
કાનુડે ન જાણી મોરી પીર, બાઈ હું તો બાળકુંવારી રે,
કાનુડે ન જાણી મોરી પીર.
જલ રે જમના અમે પાણીડાં ગયાં’તાં વહાલા,
કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઊડ્યાં ફરરરરરર રે. કાનુડે
વૃન્દા રે વનમાં વા’લે રાસ રચ્યો છે;
સોળસેં ગોપીનાં તાણ્યાં ચીર; ફાટ્યાં ચરરરરરરર રે. કાનુડે
હું વરણાગી કા’ના તમારા રે નામની,
ખેંચી મારેલાં પ્રેમ તીર; વાગ્યાં અરરરરરરર રે. કાનુડે
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
કાનુડે બાળીને કીધાં ખાખ; રાખ ઊડી ફરરરરરરર રે. કાનુડે