મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/સ્તુતિ
Revision as of 06:20, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
સ્તુતિ
વિષ્ણુદાસ
પ્રથમે પ્રણમું ગિરજાનું બાલ જી,
શંભુજીનો સુત છે સુંઢાલ જી;
એકદંતો દુંદ વિશાલ જી,
માઆ કરો મુજને દેવદઆલ જી. [૧]
ચાલ
માઆ મુજને કીજીએ, જશ દીજીએ માહા પ્રૌઢ;
હું મુજ મતિ તુજને સ્તવું, મત માહારી છે મૂઢ. [૨]