મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૨૨

From Ekatra Wiki
Revision as of 06:56, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


છપ્પા ૨૨

અખાજી

(હોય) ખટ દરશનનું જ્ઞાન, વાન જિહ્વાને અગ્રે;
(કો) ઈશ્વર થઈ પૂજાય, ગાય જશ નગ્રે નગ્રે:
કો ક્હાવે ચિર-કાય, પાય પૃથ્વીપતિ લાગે;
કો ક્હાવે દાનેશ, ઈશ કર્ણાદિક આગે.
તોહે તે જાણ્યે અખા, સમ્યક સઘળી વાસના,
લિંગ ભંગ થયા વિના એ સરવે મંન-ઉપાસના.