મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રાવણ-મંદોદરી સંવાદ

From Ekatra Wiki
Revision as of 06:55, 16 August 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


રાવણ-મંદોદરી સંવાદ
(જુદા જુદા વર્ણોની સલાહ)

રાવણ—

પૂછે અઢારે વરણને, કહોને સાચી વાત;
સીતા આપવી કે નહીં, ખરી બતાવો ખાત.

કોની ન રગતી રાખશો, બોલો રુડી વાણ;
સત પ્રકારે સાચું કહો, ન થાયે હાંસુ કે હાણ.

ચોખરો

રાવણ—         વિચાર પૂછ્યો એક વિપ્રને વિધવિધે, મહારાજ મહિમા કહો મંન માની;

આપવી એ ઘટે કે નહિ આપિયે, દલ તમારે કશી બુધ્ય દાની.

વિપ્ર—          મહીપતિ માન મટાવિયે કેમ કરી, લાજ ઘટાવિયે હોડ હાનિ;

પાછી આપતાંમાં પરાક્રમ તે કશું, ભીખ તેને પછે ભૂખ શાની.
સવૈયો

વૈશ્ય—

વૈશ્ય કહે વેવાર એ પાખી છે, આપતે લાજ છે પરિયામાં;
અથડાવો દહાડા દશ વિશેક, હાલક બુકાલેક કરિયામાં.

રાડ જુઓ એ રીંછડાં કેરી, કણ એક ભાજન ભરિયામાં;
કાયર ક્યમ થઈએ આગળથી, શું વહાણ મૂક્યું છે દરિયામાં?

કણબી—          કહે કણબી કેમ કામની દીજીએ, જાત જોરાવર શું એની જાણી;
પાછા જશે અથડાઈને પોતે, કે લહેર સમુદ્રની લેશે તાણી.

લંકા સરિખડો કોટ લેશે ક્યમ, રાવણ રાય દેખિતો જે દાણી;
પૃથિવીપતિ એ પત મૂકે કેમ, છેલ્લે ક્યારે શું ગયું છે જી પાણી.

ચોખરો સઈ— ગજધર કહે દહાડા પાધરા દૈત્યના, શિવ વરદાનની છાપ છે રે; સાત સમુદ્રની આડ છે ઓટે, અધિપત રાણોજી આપ છે રે. દેવ હીંડે છે દિશોદિશ નાસતા, ત્રણ લોકમાં જેનો તાપ છે રે; ભલું લાવ્યા છો તો ભૂપતિ ભામિની, ગજે તસુ તો માફ છે રે. કુંભાર— કહે કુંભાર કરો શી વાતો, એહ તો મારગ એડો છે; વઢતાં વણ જિતે કુણ હારે, મહીપતિ માની મેડો છે.

લેવો ગઢ લંકાનો દુર્લભ, વંક વોળામણ વેડો છે; શું ઘડો કે ઘેડ ઉ તરશે, ચાક ઉપર હજાુ પેંડો છે.

લવાર— કહે લવાર મોકલો એ કુંભક, ભક્ષ કરે તો એ વાંદર ખૂટે; નહિતર જોર કરો જંજાળનું, આપ અરાબા અનેકધા છૂટે.

રાક્ષસ મોકલો રીંછડાં સામા, રણ વિષે વરખા જેમ પૂંઠે; બળવંત રાણા બેઠા જુઓ બારણે, લુહાર ને લોઢું આફણિયે કૂટે.

સોની— કહે સોની સાવ્યા છો સીતાને, પ્રીતે વચન એ પળવું છે; ચોટ નાખી છે તો ચંતા શી, રાજ્ય પદવીમાં રળવું છે.

આમે કરમ લેલાટ લખાણું, તે શું ટાળ્યું ટળવું છે; સોનું પહેરે જો કાન જ ત્રૂટે, જંતરડા વચ્ચે નીકળવું છે.

ઘાંચી— ઘાંચી કેહ ઘણું શું જોર એમાં, માંકડા કેરો એ માર જો રે; બાળક બેહુમાં બુધ છે કેટલી, ભૂપ ભારનો એ જોર જો રે.

નહિ ઘોડલા જોડલા હાથિયા સાથિયા, કટક કેરો પોકાર જો રે; હડબડવું નહીં હિમ્મત રાખવી, તેલ જો તેલની ધાર જો રે.

મોચી— મોચી કહે મેં તો માંકડાં દોઠડાં, નાસે જેમ રણમાં રોઝડાં રે; કોઠાં બિલાંને કાજે વઢે ઘણું, તુચ્છ તરણાવત તોછડાં રે. હૂકતાં કૂદતાં ઢૂંકતાં ઝૂકતાં, ફોજ નહિ એ તો ફોજડાં રે; હીંમત રાખીએ દલ એ દાખિયે, પાણી પહેલાં શાં મોજડાં રે.

હજામ— નાઈ કહે છે નાત સઘળી, અમને, રૈયતમાં સહુ કહે છે જી રંકા; ગત જાણે કુણ ગોવિન્દ કેરી, અકલિત અક્ષર એહના અંકા.

સુઝ વિચારતાં તો નથી સૂઝતું, લંગુર કેમ લેઈ શકશે જી લંકા; કોથળીમાંથી સાપ જ નીસરે, વાળંદના દંન હોય જો વંકા.

રબારી— રબારી કહે શ્રીરામ આવ્યા છે, કેટલા દહાડા ઈહાં બેસી રહેશે; ખાવા પીવા શું પામેશે પૂરણ, દુ:ખ કો આગળ એ કહેશે.

દશાતન સરખો દુશ્મત છે શિર, લંકામાં આવતાં લેખાં બૌ લેશે; ઢોર ને ચોર થશે એકઠાં જાુઓ, ઊંટડો કુણ કિનારે બેસે.

દરજી— કહે દરજી દલ જાણું છું હુંય, ભૂપ આપણો ભોળો છે; પહાણ તારી આવ્યો પરપંચે, જનાવર સંઘાતે જોરો છે.

બાળી ગયો બળવંતો કોયક, ટેક ઘણેરો તોરો છે; આરા કેડે વારો આવે, જ્યમ સોયની કેડે દોરો છે.

ધોબી— પરિયટ કહે હું પ્રીછ્યો પારખું, હાથ તારે શિર હરનો છે; નવ ગ્રહે બાંધ્યા છે નરપત, છો ભાર શો એના ડરનો છે.

હારીને જો હિંમત મૂકો, તો નામોશીનું નરનો છે; ધોબી કેરો કૂતરો નહિ ઘાટ તણો નહિ ઘરનો છે.

ભોઈ— ભોઈ કહે ભૂપત કહું તુજને, સીત હરી તે સાંખી છે; જોરાવર જન દીસે ઝાઝા, ભાગ્યનિધિ શી ભાંખી છે.

પચવાની નથી એહની પ્રમદા, જેવી જીવતી માંખી છે; અંગદ વિષ્ટિયે આવ્યો તો, તે કણક મચ્છને નાંખી છે.

સલાટ— સલાટ કહે શાણા છો સઉકો, વેદ વચનની વાણી છે; સીતાજીને સ્રી જાણો પણ, રામ તણી તો રાણી છે.

એહના શાપથી ઉધ્વસ્ત થાશે, હુંશ થકી બહુ હાણી છે; રંકનું કહ્યું રાવણ ક્યમ માને, પત્થર ઉપર પાણી છે. </poem>