મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ત્રિકમસાહેબ પદ ૧

From Ekatra Wiki
Revision as of 08:52, 17 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ ૧

ત્રિકમસાહેબ

મન તું સમજી લે
મન, તું સમજી લે, તારો સગો નથી સંસાર.
ભજનમાં ભીના ભીના રહેજો, ઊતરશો ભવપાર.

કાયા બેઠી કાગદજી, માંઈ સતગુરુ ખેવણહાર,
તેના તારુડા સંત છે, એ તો ઉતારે ભવજલ-પાર. –મન

રાણા, રાજા, છત્રપતિ એ છે ધુવેરી પોઠાર
વાદળ છાંયા વઈ જશે એને જાતાં ન લાગે વાર. –મન

કુટુમ કબીલાની કૂડી છે માયા, એ છે ભવનો ભાર,
એમાં મન, તું મોહી રિયો છે રે ખાઈશ જમનો માર. –મન

આતમ સાધન સાધતાં મારે અંતર પ્રગટ્યો પ્યાર,
ભવસાગરમાં બૂડતાં, ગુરુ તરત તારણહાર. –મન

વેદ કિતાબનું કામ નઈ મારે, રોમેરોમે રણુંકાર,
અનહદ વાજાં વાગિયાં માંઈ મુરલી કરે મલાર. –મન

હું નહીં, તું નહીં, તે નહીં, તુંહી તુંહી કિરતાર,
ગોતતાં ગોતતાં ગમ પડી, અસ્તો રિયો એકતાર. –મન

ખીમ, ભાણ, રવિ રમતા રામા, જીવન પ્રાણ આધાર,
ત્રિકમદાસ સત ખીમકે ચરણે, ડગલે ડગલે બલિહાર. –મન