મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/વિવિધ હસ્તપ્રતોના નમૂના
Revision as of 09:23, 24 August 2021 by NileshValanki (talk | contribs)
વિવિધ હસ્તપ્રતોના નમૂના
હસ્તપ્રત(મૅન્યુસ્ક્રિપ્ટ) એ પણ પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યની એક આગવી ઓળખ છે. કંઠસ્થ ને પઠિત કવિતાનું એ લેખનરૂપ. હસ્તપ્રત-લેખન એ સાંભળેલું કાગળ પર ઉતારનાર લહિયાઓના વ્યવસાય તરીકે જ નહીં પણલેખન-વિદ્યા કે લેખન-કલા (કૅલિગ્રાફી) તરીકે પણ વિકાસ પામ્યું હતું.
એથી અનેક પ્રકારની – સાદા, મરોડદાર, કલાત્મક, દ્વિરંગી, સચિત્ર લેખનવાળી હસ્તપ્રતો મળે છે. કેટલીક હસ્તપ્રતો સુવાચ્ય, કોઈ દુર્વાચ્ય, ક્યારેક કોઈ ખૂણા ફાટેલી, ખંડિત થયેલી પણ મળે છે. એની દેવનાગરી લિપિ કેટલાક વિશિષ્ટ અક્ષરો ને માત્રાઓવાળી હોય છે. વળી હ.પ્ર.ની સૌથી મોટી ખાસિયત એ શબ્દો વચ્ચે જગા ન છોડતા સળંગ લેખનની.
એટલે, હસ્તપ્રત વાંચવી એ પણ તાલીમ અને સજ્જતા માગી લે છે. એવી વૈવિધ્યવાળી હસ્તપ્રતોના કેટલાક નમૂના હવે જોઈએ: