સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યોગેશ જોશી/ફૂટ્યા કરે છે

From Ekatra Wiki
Revision as of 06:20, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



બધી હોડીઓ રોજ પૂછ્યા કરે છે
કિનારા હવે કેમ ડૂબ્યા કરે છે?…

મોજું તો સહેજે ન તૂટે પરંતુ,
ખડકની આ છાતી કાં તૂટ્યા કરે છે?

તપાસો મને કૈં થયું તો નથી ને?
ગઝલ પર ગઝલ આજ ફૂટ્યા કરે છે!

[‘કવિલોક’ બે-માસિક : ૧૯૭૮]