ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આકસ્મિક કલ્પન

From Ekatra Wiki
Revision as of 07:44, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આકસ્મિક કલ્પન (chance image) : ૧૯૫૭માં આ સંજ્ઞા જ્યોર્જ બ્રેખ્તે આપી છે. એના કહેવા પ્રમાણે સભાન પ્રપંચ વિના જે કલ્પનો પ્રગટે છે અથવા ચિત્તના સભાનક્ષેત્રથી વધુ ઊંડા ક્ષેત્રમાંથી જે કલ્પનો પ્રગટે છે એને આ સંજ્ઞા લાગુ પડે છે. પ્રાકૃતિક યાદૃચ્છિકતાને અનુસરતા આ પ્રકારનાં કાવ્યનાં આકસ્મિક કલ્પનો પ્રકૃતિ સાથે વધુ સંવાદ સ્થાપી આપે છે. ચં.ટો.