ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આવાં ગાર્દ
Revision as of 08:22, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
આવાં ગાર્દ (Avant Garde) : કલા અને સાહિત્યના ઇતિહાસમાં ખૂબ વપરાતી આ મહત્ત્વની ફ્રેન્ચ સંજ્ઞા છે. આ સંજ્ઞા જે કશુંક નવું, કશુંક અગ્રવર્તી, કશુંક ક્રાંતિકારી છે, એને ચીંધે છે. એનું મૂળ સેનાસંબંધી ક્ષેત્રમાં પડેલું છે. રૂપકાત્મક રીતે સાહિત્યક્ષેત્રમાં શૈલી અને વિષયમાં નવા ઉન્મેષો દાખવતા નવા સાહિત્ય માટે એ વપરાય છે. એમાં પ્રગતિશીલ જૂથનું પ્રસ્થાપિત હિતો પરનું અરૂઢ રીતિઓ દ્વારા આક્રમણ સૂચવાય છે. ઓગણીસમી સદીની છેલ્લી પચ્ચીસીમાં સાંસ્કૃતિક અને રાજકીય સંદર્ભે પ્રગટેલી આ સંજ્ઞાએ ક્રમશ : કલાત્મક સંદર્ભમાં વિશેષ સ્થાન લીધું છે.
પ.ના.