ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/એકચિત્તવાદ
Revision as of 08:43, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
એકચિત્તવાદ(Unanimism) : ૧૯૨૦-’૩૦ની આસપાસના ફ્રેન્ચ કવિજૂથને લાગુ પડતી સંજ્ઞા. આ વાદ વોલ્ટ વ્હિટમનના વિશ્વબંધુતાના સિદ્ધાન્તોથી પ્રભાવિત હતો. મનુષ્યને વ્યક્તિ તરીકે અને સમાજના અંગ રૂપે તેમજ સમાજને અન્ય સમાજોના સંદર્ભમાં જોવાની એની દાર્શનિક પીઠિકા છે. આ વાદના પ્રમુખ લેખકોમાં ઝૂલ રોમાં અને જોરજિઝ ધ્યુમેલનો સમાવેશ થાય છે.
ચં.ટો.