ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઐતિહાસિક વર્તમાન

From Ekatra Wiki
Revision as of 08:14, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


ઐતિહાસિક વર્તમાન(Historic Present) : ભૂતકાળની ઘટનાના વર્ણનમાં પ્રયોજાતો વર્તમાનકાળ. કથાસાહિત્યમાં અસરકારક પ્રસંગનિરૂપણ માટે આ રીતે વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. વર્તમાનપત્રોમાં પણ ઐતિહાસિક વર્તમાનકાળનો પ્રયોગ વારંવાર કરવામાં આવે છે. પ.ના.