ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કચરાપેટી નાટક

Revision as of 09:31, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)


કચરાપેટી નાટક (Dustbin drama) : કચરાપેટીમાં રહેતાં બે પાત્રવાળા બૅકિટના ‘એન્ડગેઈમ’(૧૯૫૮) નાટક પરથી ઊતરી આવેલી આ સંજ્ઞા ગોબરા પરિવેશ અને દુર્ગમ કથાનકવાળા કેટલાંક આધુનિક નાટકો માટે વપરાય છે. પ.ના.