ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગાહાસતસઈ

From Ekatra Wiki
Revision as of 16:00, 24 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



ગાહાસતસઈ (ગાથાસપ્તશતિ) : પ્રાકૃતભાષાની આર્યા છંદમાં લખાયેલી લગભગ ૭૦૦ ગાથાઓનો સંગ્રહ. લગભગ ૬૯માં આંધ્રવંશના સાતવાહને(શાલિવાહને) આ ગાથાઓનું સંકલન કર્યું હોવાનું મનાય છે. આ ગાથાઓ પૂર્વાપર સંબંધની અપેક્ષા વગર વાચ્યાર્થની અપેક્ષાએ વ્યંગ્યાર્થને પ્રાધાન્ય આપનાર, ગેય અને શૃંગારસથી યુક્ત છે. શૃંગારસ મુખ્ય હોવાને કારણે તેમાં પ્રેમની વિવિધ અવસ્થાઓ, મનોભાવો, નાયક-નાયિકાઓના ભેદ-પ્રભેદો તથા પ્રકૃતિનાં મામિર્ક અને મનોહર વર્ણનો થયેલાં છે. તેમાં સાંસ્કૃતિક પરિવેશ રજૂ કરતાં અનેક સુંદર કાવ્યાત્મક ચિત્રો ઉપલબ્ધ થાય છે. નિ.વો.