સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/ખરું હાસ્ય
Revision as of 06:13, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
હું ખરું હાસ્ય એને કહું જેમાં જરા પણ દંશ ન હોય, જેમાં કોઈની અંગત મશ્કરી ન હોય. મશ્કરી હોય તોપણ દોષની હોય, અને તે દોષદર્શન નીચે પણ તે દોષ ધરાવનાર તરફ તો સહાનુભૂતિ જ હોય. એવી મશ્કરી, જેમાં એ દોષવાળો માણસ પણ બધાની સાથે હસવા લાગે!
આપણામાં જીવનચરિત્રો ઘણાં ઓછાં છે. પ્રસિદ્ધ માણસોના જીવનના ટુચકા પણ આપણામાં લગભગ નથી. એ સર્વ, આપણા આદરયોગ્ય માણસોના જીવનમાં રસ લેતાં આપણને હજી નથી આવડતો એમ બતાવે છે.