ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જોરુરી
Revision as of 09:16, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
જોરુરી(Joruri) : નો(Noh) ઉપરાંત જપાની નાટ્યસ્વરૂપોમાં જાણીતું નાટ્યરૂપ. આ કઠપૂતળી નાટ્યરૂપમાં ઐતિહાસિક ઘટનાઓ અને દંતકથાઓનો વિનિયોગ કરાય છે. અહીં રંગમંચની એક બાજુએથી સંવાદો સંગીત સાથે સમૂહો દ્વારા રજૂ કરવામાં આવે છે. ચિકામત્સુ મોન્ઝાએમોન જેવા એના વિખ્યાત રચનાકારો છે.
ચં.ટો.