ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તર્કાન્તરવાદ

From Ekatra Wiki
Revision as of 11:25, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


તર્કાન્તરવાદ (Zaum) : ૧૯૧૩-’૨૩ દરમ્યાન પરાવાસ્તવવાદ પહેલાં ફ્રાન્સમાં રશિયન ભવિષ્યવાદની શાખા રૂપે આ વાદ આવ્યો. દૃશ્યકવિતા પહેલાંના વિશેષ મુદ્રણવિષયક અણસાર આ વાદમાં પડેલા છે. આ વાદના મુખ્ય પુરસ્કર્તાઓમાં એ. ક્રું. ચોનીક, વી. ક્લેબનિકોવ અને ઈલ્ય દનેવિચ છે. ચં.ટો.