ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હસ્તલેખ

From Ekatra Wiki
Revision as of 09:04, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હસ્તલેખ(Holograph) : લેખકના પોતાના જ હસ્તાક્ષરમાં જળવાયેલો સાહિત્યકૃતિનો મૂળ દસ્તાવેજ. હસ્તલેખ લેખકની સર્જનપ્રક્રિયા પર પ્રકાશ ફેંકે છે. બ્રિટિશ મ્યુઝિયમમાં સચવાયેલો જેમ્સ જોય્સની ‘ફિનેગન્સ વેઈક’નો હસ્તલેખ, ન્યૂયોર્ક પબ્લિક લાઈબ્રેરીમાં સચવાયેલો ઓસ્કર વાઈલ્ડના નાટકનો હસ્તલેખ એ રીતે મૂલ્યવાન સામગ્રી છે. ચં.ટો.