ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવ્ય વાસ્તવાદ
Revision as of 04:33, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
નવ્ય વાસ્તવવાદ (Nouveau realisme) : ઈવેલ ક્લાઈન, ઝાં તિન્ગલી, દેનિયલ સ્પૉરી અને મેનિયલ રોય્ઝે જેવાની કલાકૃતિઓને આધારે ફ્રેન્ચ કલાવિવેચક પિયર રેસ્તનાએ આ સંજ્ઞા આપી છે. સામાન્ય વસ્તુઓનો વિનિયોગ કરી સંયોજન ઉપસાવતા કલાસ્વરૂપને આ સંજ્ઞા નિર્દેશે છે.
ચં.ટો.