ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પૂર્વઝબકાર

From Ekatra Wiki
Revision as of 07:33, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પૂર્વઝબકાર (Flash Forward) : નાટકમાં, ચલચિત્રમાં કે કથાસ્વરૂપમાં વપરાતી આ રચનારીતિ કથનની કેવળ રૈખિક ગતિને તોડી નાખે છે અને કથનના વર્તમાનકાળમાં ભવિષ્યની ઘટનાનો પ્રવેશ આપે છે. એનું લક્ષ્ય વર્તમાનની ક્ષણ પર કાર્યરત પરિબળો કઈ દિશામાં ફંટાશે એની પૂર્વઅપેક્ષા ઊભી કરી સંવેદનને સઘન બનાવવાનું છે. ચં.ટો.