ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિસ્થાપના
Revision as of 07:56, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
પ્રતિસ્થાપના(Antithesis) : વિરોધમૂલક વિચારોને કેન્દ્રમાં રાખી બે સમાન્તર વ્યાકરણિક રચનાવાળાં વાક્યોને કે વાક્યખંડોને જ્યારે સમતુલન સાથે સામસામે તોળ્યાં હોય ત્યારે આ સંજ્ઞા લાગુ પડે છે. અહીં પહેલું વાક્ય સ્થાપના કરે છે, જ્યારે બીજું એની પ્રતિસ્થાપના કરે છે : જેમકે ‘ઘાવ આપવા ઇચ્છુક અને છતાં ઘા કરવાને ભયભીત.’
ચં.ટો.