ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્ર-દર્શક
Revision as of 08:07, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
પ્ર-દર્શક(Index) : સંકેતવિજ્ઞાનમાંથી આવેલી સંજ્ઞા. સંકેતવિજ્ઞાન સંકેતોના ત્રણ પ્રકાર હોવાનું જણાવે છે. સંમૂર્તિ(lcon), પ્રદર્શક (Index) અને સંકેત(Sign). આ બધાંમાં સંકેત અને સંકેતિત વચ્ચેનો સંબંધ જુદા જુદા પ્રકારનો છે. પ્રદર્શકમાં સંકેતક અને સંકેતિત વચ્ચેનો સંબંધ કાર્યકારણનો હોય છે. ધુમાડો એ અગ્નિ હોવાનો સંકેત છે. પ્રાણીનાં પગલાં એ પ્રાણી ત્યાંથી પસાર થયું હોવાનો સંકેત છે.
ચં.ટો.