સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શોભન વસાણી/આપણે તો, ભાઈ —

From Ekatra Wiki
Revision as of 10:03, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search



સઘળા સુખે સૂઈ રહે છો,
આપણે તો, ભાઈ! જાગતાં રે’શું;
સાદ પાડીને શેરીએ શેરીએ
ઊંઘતાંનેય જગાડતાં રે’શું.
ઝાંઝ લેશું, કોઈ તબલાં-થાળી,
કોઈ પેટી, કોઈ વાંસળી લેશું,
ચૌટે ચૌટે સાથ મળીને
મન મૂકી વગાડતાં રે’શું;
ગામ આખાને સાથમાં લેવા
ગીતથી ગામ ગજાવતાં જાશું.