ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિવેચકની સર્જકતા
Revision as of 10:21, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
વિવેચકની સર્જકતા : વિવેચન શાસ્ત્ર કે કલા, એ અંગેનો પ્રશ્ન એકવાર વિવાદમાં હતો. વિશ્વનાથ મ. ભટ્ટે એમના ‘વિવેચનકલા’ ગ્રન્થમાં સર્જકતા(Creativity)ને બૃહદ અર્થમાં ઘટાવી ‘વિવેચનમાત્ર સ્વરૂપત : જ કલા કે સર્જનના ક્ષેત્રમાંથી સદંતર બાતલ’ એ જુનવાણી મત પર પ્રહાર કર્યો છે. એમણે વિવેચક પણ સર્જક બની શકે છે, વિવેચનમાં પણ કાવ્યના જેવી ઊર્મિપ્રવૃત્તિ અને કલાવિધાનને માટે શક્યતા છે, એવો મત પ્રદર્શિત કરેલો. કદાચ વિવેચકોના ધૂળધોયા વર્ગની સામેની એમના આ અભિપ્રાયમાં નુક્તેચીની જોઈ શકાય છે.
ચં.ટો.