સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/હું રે બનું, બેન
Revision as of 12:34, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
...હું રે બનું, બેન! વાડીનો મોરલો,
આંબાની કોયલ તું થા રે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઈ.
હું રે બનું, બેન! રૂડો ડોલરિયો,
મીઠી ચમેલડી તું થા રે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઈ....
હું રે બનું, બેન! બાનો ઘડૂલો,
બાની ઇંઢોણી તું થા રે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઈ.
હું રે બનું, બેન! બાપુનો રેંટિયો,
બાપુની પીંજણ તું થા રે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઈ.
[‘રંગ રંગ વાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]