સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/ઓટલી

From Ekatra Wiki
Revision as of 12:43, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊચી અટૂલી અમે બાંધી જી રે;
પગલું તે એક એક પાડે મહેમાન, એમ
રામજીની આણ અમે દીધી જી રે.