સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/એ શું કરતાં હશે?
Revision as of 13:04, 6 October 2022 by KhyatiJoshi (talk | contribs)
પોષ મહિનાની કડકડતી ટાઢમાં, ઘાસની ઝૂંપડીમાં રહેતી એક માતા રાતને વખતે પોતાના બાળકને જૂનાં છાપાં અને ઘાસના પૂળાથી ઢબૂરીને સુવડાવી દેતી.
એક રાતે બાળકે પૂછ્યું, “હેં મા, જેની પાસે છાપાં ને ઘાસ ન હોય એવાં ગરીબ લોકો આવી ટાઢમાં શું કરતાં હશે?”