ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરવિજય
Revision as of 10:31, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs)
અમરવિજય : આ નામે મળતી કૃતિઓમાંથી ૭ કડીની ‘ઋષભજિન-સ્તવન’, ‘રત્નપાળ-રાસ’ (લે. ઈ.૧૭૦૬;) અને ‘દશાર્ણભદ્ર-સઝાય’ (લે. ઈ.૧૮૦૨)ના કર્તા કયા અમરવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૧૧ કડીની ‘સીમંધરસ્વામી-સ્તવન’(ર. ઈ.૧૭૫૮)ના કર્તા અમરવિજય-૫ હોવાની શક્યતા છે. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૦ - ‘બાલાપુર ત્યાં સુરક્ષિત જૈન સાહિત્ય’, કાંતિસાગરજી; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]