ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અંદરજી
Revision as of 05:37, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
અંદરજી [ઈ.૧૭૮૮માં હયાત] : અવટંકે જોશી. ૧૫ કડીના ગણપતિની પૂજાને વિષય કરીને રચેલા છંદ(ર. ઈ.૧૭૮૮/સં. ૧૮૪૪, માગશરદ સુદ ૧૪, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : દેવીમાહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ર, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭ (+સં.). [કી.જો.]