ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કરમસી પંડિત-૩
Revision as of 08:50, 2 August 2022 by KhyatiJoshi (talk | contribs)
કરમસી(પંડિત)-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જન્મ જેસલમેરમાં. પિતા ચાંપા શાહ. માતા ચાંપલદે. જિનરત્નસૂરિના પટ્ટધર જિનચંદ્રસૂરિ (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધમાં હયાત)ની, એમની હયાતીમાં, પ્રશસ્તિ કરતા ૭ કડીના ‘જિનચંદ્રસૂરિ-ગીત’ (મુ.)ના કર્તા. કૃતિ :ઐજૈકાસંગ્રહ (+સં.). [ક.શે.]