ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેસરકુશલ-૨
Revision as of 12:50, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
કેસરકુશલ-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. લાલકુશલની પરંપરામાં સૌભાગ્યકુશલના શિષ્ય. મેવાડના દાનવીર જગડુશાની ગુણપ્રશસ્તિ કરતી ૨૬ કડીની ‘જગડુપ્રબંધ-ચોપાઈ/રાસ’ (૨.ઈ.૧૭૦૪/સં.૧૭૬૦, શ્રાવણ-; મુ.), વરદત્તગુણમંજરીના કથાનકને રજૂ કરતી ૭૫ કડીની ‘પંચમી/જ્ઞાનપંચમી/સૌભાગ્યપંચમી-સ્તવન’ (૨.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, કારતક સુદ ૫) તથા ‘વીશી’ એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. લીલાવતી મહિયારીનો રાસ તથા જગડુશાની ચોપાઈ, પ્ર. ભીમસી માણેક. ઈ.૧૯૧૫. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]