ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેસરસાગર ગણિ

From Ekatra Wiki
Revision as of 12:58, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કેસરસાગર(ગણિ) : આ નામે મૂળ ગજસારકૃત પ્રાકૃત ‘વિચારષટ્ત્રિંશિકાપ્રકરણ-દંડકપ્રકરણ’ પરનો ૫૬૫ ગ્રંથાગ્રનો સ્તબક (૨.ઈ.૧૭૦૧) અને માનદેવસૂરિના મૂળ સંસ્કૃત ‘લઘુશાંતિ-સ્તવન/સ્તોત્ર’ પરનો ૨૦૦ ગ્રંથાગ્રનો સ્તબક (૨.ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, કારતક વદ ૧૩, બુધવાર) મળે છે તે કદાચ કેસરસાગર-૨ હોઈ શકે. ‘મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રત સૂચી’માં ‘લઘુશાંતિ-સ્તવન’ પરના સ્તબકની ર.સં.૧૭૬૨ને ભૂલથી લે. સં. ગણાવાઈ છે તેમ જ સ્તબકકર્તાની ખોટી ગુરુપરંપરા પણ નોંધાઈ ગઈ છે. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]