ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગ
Revision as of 09:53, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
ગંગ : ‘ગંગ’ તેમ જ ‘કવિ ગંગ’ એવી નામછાપથી ૨ નાની બોધાત્મક રચનાઓ (મુ.) મળે છે તે કયા ગંગની છે તે નક્કી થઈ શકતું નથી. ગંગને નામે ૫ કડીનું ‘અજિતનાથ-સ્તવન’ અને ‘શાંતિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૩) એ કૃતિઓ મળે છે તે ગંગ-૪ની હોવાની સંભાવના છે. તો કવિ ગંગને નામે ‘ભક્તમાળાચરિત્ર’ મળે છે તે કદાચ ગંગ-૨ની હોય. કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. જૈપ્રપુસ્તક:૧. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. લીંહસૂચી. [ર.સો.]