ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જસરાજ મુનિ-૧
Revision as of 11:22, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
જસરાજ(મુનિ)-૧ [ઈ.૧૬૬૯માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. લોંકાગચ્છના શિવજીશિષ્ય સંઘજી/સંઘરાજજીને આચાર્યપદ મળ્યું ત્યાં સુધીના એના જીવનવૃત્તાંતને વર્ણવતા ૪૦ કડીના સલોકા (ર.ઈ.૧૬૬૯/સં. ૧૭૨૫, ફાગણ સુદ ૨, મંગળ/શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]