ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનસાગર સૂરિ-૨

From Ekatra Wiki
Revision as of 11:47, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જિનસાગર(સૂરિ)-૨ [જ.ઈ.૧૫૯૬/સં. ૧૬૫૨, કારતક સુદ ૧૪, રવિવાર - અવ. ૧૬૬૩/સં. ૧૭૧૯, જેઠ વદ ૩ કે ઈ.૧૬૬૪/સં. ૧૭૨૦, જેઠ વદ ૩, શુક્રવાર] : ખરતરગચ્છની લઘુ આચાર્યશાખાના પ્રથમ આચાર્ય. જિનસિંહસૂરિના શિષ્ય. મૂળ નામ ચોલા. લાડનું પ્રસિદ્ધ નામ સામલ. પિતા વચ્છરાજ શાહ. માતા મૃગાદે. ગોત્ર બોહિત્થરા. ઈ.૧૬૦૫માં દીક્ષા. દીક્ષાનામ સિદ્ધસેન. ઈ.૧૬૧૮માં આચાર્યપદ. આચાર્યપદ પછી જિનસાગરસૂરિ નામ રાખ્યું. જિનરાજસૂરિ સાથે મતભેદ થતાં ઈ.૧૬૩૦માં લઘુ આચાર્યીય નામે અલગ શાખાની સ્થાપના કરી. તર્ક, વ્યાકરણ, છંદ, કાવ્ય, અલંકાર આદિ વિવિદ શાસ્ત્રના જ્ઞાતા તરીકે જાણીતા હતા. અનશનપૂર્વક અમદાવાદમાં અવસાન. તેમની ‘પાસેથી વીસ વિહરમાનજિન-ગીત/વીસી’ (૨ સ્તવન મુ.) મળે છે. કૃતિ : જિસ્તકાસંદોહ : ૨ સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસિચિ: ૧.[શ્ર.ત્રિ.]