ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનોદય સૂરિ-૧

From Ekatra Wiki
Revision as of 12:43, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જિનોદય(સૂરિ)-૧ [જ.ઈ.૧૩૧૯ - અવ. ઈ.૧૩૭૬/સં. ૧૪૩૨, ભાદરવા સુદ/વદ ૧૧] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિશિષ્ય. પાલણપુરના વતની. ગોત્ર માલ્હ. પિતા રુદ્રપાલ શાહ. માતા ધારલદેવી. મૂળ નામ સમર. ઈ.૧૩૨૬માં દીક્ષા. દીક્ષાનામ સોમપ્રભ. ઈ.૧૩૫૦માં વાચનાચાર્યની પદવી. અવસાન પાટણમાં. તેમણે ‘ત્રિવિક્રમ-રાસ’ (ર.ઈ.૧૩૫૯) રચેલ છે. સંદર્ભ : ૧. જૈઐકાસંચય;  ૨. જૈગૂકવિઓ : ૧,૨.[ચ.શે.]