ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તુલસી-૧-તુલસીદાસ
Revision as of 07:25, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
તુલસી-૧/તુલસીદાસ [ઈ.૧૬૭૬માં હયાત] : ધોળકા પાસે લીલાવતી/લીલાપુરના વતની. જ્ઞાતિએ રાયકવાડ બ્રાહ્મણ. તેમના પિતા મંગલ વેદપુરાણનું અધ્યયન કરાવતા હોવાનો ઉલ્લેખ મળે છે. એમનો આરંભે રાગના નિર્દેશવાળા ચોપાઈબદ્ધ ૧૧૪ અધ્યાયનો ‘પાંડવાશ્વમેઘ’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, વૈશાખ-૧૩; મુ.) સમગ્ર અશ્વમેઘ કથાના સવિસ્તર નિરૂપણને કારણે નોંધપાત્ર બને છે. કવિએ કાવ્યારંભે ચોપાઈની પણ પ્રશસ્તિ રચી છે. કૃતિ : પાંડવાશ્વમેઘ, પ્ર. સવાઈભાઈ રાયચંદ,-. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. કદહસૂચિ; ૩. ગૂહાયાદી.[ચ.શે.]