ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મદાસ-૩

From Ekatra Wiki
Revision as of 13:02, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ધર્મદાસ-૩ [ઈ.૧૬૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિના શિષ્ય. સુરતમાં જેની પ્રતિષ્ઠા થયેલી તે હીરવિહારનું વર્ણન કરતા, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા, ૬૧ કડીના ‘હીરવિહાર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, જેઠ સુદ ૧૫; મુ.)ના કર્તા. કૃતિ : ૧. સૂર્યપુર રાસમાળા, સં. કેસરીચંદ્ર હી. ઝવેરી, ઈ.૧૯૪૦;  ૨. જૈન સત્યપ્રકાશ, ઑગસ્ટ-ઑક્ટો. ૧૯૩૬- ‘હીરાવિજ્ય સ્તવ’, સં. વિદ્યાવિજ્યજી. [ચ.શે.]