ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમવિજય-૫
Revision as of 06:50, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs)
પ્રેમવિજય-૫ [ઈ.૧૮૮૯ સુધીમાં] : જૈન સાધુ. લબ્ધિવિજયના શિષ્ય. વિવિધ રાગબદ્ધ ૬ ઢાળમાં વિભાજિત ઋષભદેવના મુખ્યત્વે છેલ્લા ભવની કથા નિરૂપતા, ભક્તિભાવવાળા, ૫૬ કડીના ‘ઋષભદેવ-તેરભવવર્ણન-સ્તવન/ઋષભદેવ સ્વામીનું સ્તવન’ (લે. ઈ.૧૮૮૯; મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. જિસ્તકાસંદોહ : ૧. સંદર્ભ : ૧. મુપૂગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]