ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભગો-ભલો
Revision as of 10:44, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs)
ભગો/ભલો [ ] : જ્ઞાતિએ બારોટ. ૧૫ કડીની ‘તાપીદાસનો રાસડો’ નામક કૃતિ ભલા બારોટ સાથે તેમણે રચી છે. વાડુવોલ ગામના ગલોભાઈ વડોદરા ફત્તેસંગ ગાયકવાડ પાસે ગામ લેવા ગયા ત્યારે તાપીદાસ નામના માણસે એમને જે હેરાનગતિ કરી હતી તે પ્રસંગનું એમાં આલેખન કરવામાં આવ્યું છે. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧.[શ્ર.ત્રિ.]