ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભોજ
Revision as of 11:43, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
ભોજ : આ નામે ૧૯/૨૦ કડવાંનું ‘ચંદ્રહાસાખ્યાન’ (લે.ઈ.૧૭૦૭; મુ.) અને ૧૬ કડવાંનું ‘બભ્રુવાહન-આખ્યાન’ (લે.ઈ.૧૭૪૬) મળે છે. તેમના કર્તા કોઈ એક જ ભોજ છે કે જુદા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. આ બંને આખ્યાનોના કર્તા સૂરત અને નવસારીમાં રહેલા કોઈ ભોજા ભક્ત હતા એવી સંભાવના વ્યક્ત થઈ છે, પરંતુ એને માટે કોઈ ચોક્કસ આધાર નથી. કૃતિ : બૃકાદોહન : ૮ (+સં.). સંદર્ભ : ૧. અનુવાક્, રમેશ શુકલ, ઈ ૧૯૭૬-‘સૂરતના સંત કવિ ભોજદાસ’; ૨. કવિચરિત : ૩; ૩. ગુસાઇતિહાસ ૨; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ; ૬. ડિકૅટલૉગબીજે.[જ.ગા.]