ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુકુન્દ-૪

From Ekatra Wiki
Revision as of 04:25, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મુકુન્દ-૪ [ઈ.૧૭૨૧માં હયાત] : મુકુન્દ ભક્ત તરીકે ઓળખાયેલા આ કવિની, વ્રજનારીના મથુરાવાસી કૃષ્ણ પરના પત્ર રૂપે રચેલી એક પદ્યકૃતિ ‘ગોપીકાએ લખેલો કાગળ/મથુરાનો કાગળ’ (ર.ઈ.૧૭૨૧/સં.૧૭૭૭, માગશર સુદ ૫, રવિવાર) મળે છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહયાદી; ૩. ડિકૅટલૉગબીજે. [ર.સો.]