ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વલ્કલચીરી-ચોપાઈ રાસ’

From Ekatra Wiki
Revision as of 15:37, 15 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘વલ્કલચીરી-ચોપાઈ/રાસ’ [ર.ઈ.૧૬૨૫] : સકલચન્દ્રશિષ્ય સમયસુન્દરની ચોપાઈની ૧૦ ઢાળોની વચ્ચે વચ્ચે દુહાની કડીઓ મૂકી રચાયેલી ૨૨૬ કડીની આ રાસકૃતિ(મુ.) હેમચંદ્રાચાર્યના ‘ત્રિશષ્ટિશલાકાપુરુષ-ચરિત્ર’ના ‘પરિશિષ્ટ-પર્વ’ની કથાને અનુસરે છે. જૈન કથાસાહિત્યમાં કંઈક ઓછી પ્રચલિત આ કથામાં પોતનપુરના રાજા સોમચંદ્રનો નાનો પુત્ર વલ્કલચીરી પિતાની સાથે જંગલમાં ઊછરી મોટો થયા પછી હવે પોતાનપુરના રાજા બનેલા પોતાના મોટાભાઈ પ્રસન્નચંદ્ર પાસે કેવા અનુભવોમાંથી પસાર થઈ પહોંચે છે એ કથા કૃતિનો મોટો ભાગ રોકે છે. સરળ રીતે કથા કહી જતી આ કૃતિમાં ક્યાંક કવિએ ભાવાલેખનની તક ઝડપી છે. વનમાં ઊછરીને મોટો થયેલો વલ્કલચીરી મનુષ્યજીવન અને મનુષ્યવ્યવહારથી સાવ અજાણ રહ્યો હોવાને લીધે કેવું અબુધ મનુષ્યના જેવું વર્તન કરે છે તેનું કવિએ કરેલું આલેખન અહીં ધ્યાન ખેંચે છે.[જ.ગા.]