ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યસિંહ-૧

Revision as of 04:20, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિજ્યસિંહ-૧[જ.ઈ.૧૫૮૮-અવ.ઈ.૧૬૫૩/સં.૧૭૦૯, આસાડ સુદ ૨] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિના શિષ્ય. પિતા મેડતાના ઓશવાલ નથમલ્લ (નાથુ). માતા નાયકદે. મૂળ નામ કર્મચંદ્ર. ઈ.૧૫૯૮માં વિજ્યસેનસૂરિ પાસે દીક્ષા. દીક્ષાનામ કનકવિજ્ય. વિજ્યદેવસૂરિ દ્વારા વાચક પદ ઈ.૧૬૧૭માં. ઈ.૧૬૨૫માં આચાર્યપદ. અમદાવાદમાં અનશન દ્વારા અવસાન. ૨૯ કડીની ‘બારભાવના’ (ર.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, જેઠ સુદ ૧૩, મંગળવાર; મુ.) અને ‘રાત્રિભોજન (પરિહાર)-સઝાય’ના કર્તા. કૃતિ : ૧. સજઝાયમાલા : ૧(શ્રા);  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૧-‘બારભાવના’, સં. વિજ્યયતીન્દ્રસૂરિજી. સંદર્ભ : ૧. જૈઐકાસંચય; ૨. જૈગૂકવિઓ : ૨-‘જૈનગચ્છની ગુરુપટ્ટાવલીઓ’; ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]