ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવચંદ-શિવચંદ્ર
Revision as of 16:27, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
શિવચંદ/શિવચંદ્ર : ‘શિવચંદ પાઠક’ને નામે ૭ કડીનું ‘જ્ઞાનપદ-સ્તવન’(મુ.), ‘શિવચંદમુનિ’ને નામે ૫૭ કડીનું ‘જિનદત્તસૂરિ પાટમહોત્સવ કાવ્ય’ (ર.ઈ.૧૬૨૮), ‘શિવચંદ’ને નામે ‘દાદાજી-સ્તવન’ (લે.સં.૧૯મું શતક અનુ.), ૩ કડીનું ‘પાર્શ્વનાથ-ગીત’ (લે.સં.૧૮મું શતક અનુ.), ૧૧ કડીનું ‘સાધારણજિન-સ્તવન’, ‘આદિજિન-ગંહૂલી’, ‘ઋષભજિનદેશના’, ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’, ‘નન્દીસૂત્ર-સઝાય’, ‘પંચમાંગ-સઝાય’, ‘વીરદેશના-સ્તવન’, ‘સમવસરણદેશના’, અને ૯/૧૦ કડીનું ‘સ્થૂલિભદ્ર-ગીત/સઝાય’ (લે.સં.૧૮મું શતક અનુ.) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા શિવચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાપુહસૂચી : ૫૧; ૩. રાહસૂચી : ૧; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]