ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીદેવ-૨
Revision as of 05:15, 18 September 2022 by KhyatiJoshi (talk | contribs)
શ્રીદેવ-૨ [ઈ.૧૭૧૬માં હયાત]: જ્ઞાનમાર્ગી કવિ. પાટણના વતની. ૪૮૪ કડીની ‘હસ્તામલક’, ‘નરબોધ’(ર.ઈ.૧૭૧૬), ‘પંચીકરણ’, ‘માતરનો ગરબો’ના કર્તા. તેમણે કબીરનાં પદોના અનુવાદ પણ કર્યાં છે. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાકકૃતિઓ; ૫. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ; ૫. ડિકૅટલૉગબીજે. [કી.જો.]