અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિપિન પરીખ/ચાલ મન
Revision as of 09:42, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
ચાલ મન
વિપિન પરીખ
વૃક્ષ કદાચ એમ પણ કહે —
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું.’
કોયલ કદાચ આગ્રહ રાખે —
‘કોઈ સરસ જગ્યા જોઈ મને ફ્લૅટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું.’
થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઈ નહીં.
ચાલ મન! એવા દેશમાં જઈએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે!
(તલાશ, ૧૯૮૦, પૃ. ૫૩)